સ્વદેશી જાગરણ અભિયાન

Swadeshi Popularization in India

શેવિંગ અને નહાવા-ધોવાના ઉત્પાદનો 14/09/2009

Filed under: ઉત્પાદનો — Hiren V. Majithiya @ 4:48 પી એમ(PM)
Tags: , , , ,

ટૂથપેસ્ટ અને ટૂથબ્રશ પછી હવે વારો છે શેવિંગ અને નહાવા-ધોવાની વસ્તુઓનો…..

(૧) શેવિંગ ઉત્પાદનો:
એક બહુ રસપ્રદ વાત કરીશ. જેમ ટૂથપેસ્ટ નો વિકલ્પ મેં દાતણ આપ્યો તેમ જ શેવિંગ ક્રીમ નો સૌથી સારો વિકલ્પ છે દૂધ. તમે વિશ્વાસ કરો, મેં દૂધનો ઉપયોગ કર્યો છે અને તેના બે ફાયદા છે. (અ) તમારી ત્વચાને નુકસાન થતું નથી ( જે શેવિંગ ક્રીમ કરે છે) (બ) ત્વચા ખુબ જ ચીકણી થવાથી તમારી બ્લેડ પણ વધારે ચાલે છે.
તેમ છતા જો તમે એમ ના કરી શકો તો વિદેશી ઉત્પાદનોને બદલે થોડા દેશી વિકલ્પોનો ઉપયોગ કરો. જેવા કે ગોદરેજ, ઈમામી, સુપર, supermax, અશોક, V-John, ટોપાઝ, પ્રીમીયમ, પાર્ક એવન્યુ, લેસર, વિદ્યુત, JK અને બીજી લોકલ ઉત્પાદિત વસ્તુઓ.

(૨) નહાવા-ધોવાના ઉત્પાદનો:
ફરી એક વાર જો તમે ઘરેલું વસ્તુઓ જેમ કે દૂધ, ચણાનો લોટ, લીંબુ, દહીં, મુલતાની માટી વગેરેનો પ્રયોગ કરી શકો તો સર્વોત્તમ. નહીતર……દેશી વિકલ્પો…….આ રહ્યા………
(ક) શેમ્પુ:
પતંજલિ નું કેશ કાંતિ, અયુર અથવા હેરસોપ જેવા કે સ્વસ્તિક, વિપ્રો શિકાકાઈ અને A.M. આમળા અને લોકલ ઉત્પાદનો.
(ખ) નહાવા માટે સાબુ:
પતંજલિ ના કાંતિ અને ઓજસ,  સંતૂર, નિરમા, મૈસુર સેન્ડલ, વિપ્રો શિકાકાઈ, medimix, ગંગા, સીન્થોલ, અને લોકલ ઉત્પાદનો.

Advertisements